Wednesday, March 9, 2016

Whatsapp ટ્રિક્સ

 દુનિયાભરમાં સૌથી વધુ કોઇ એપ યૂઝ થતી હોય તો તે છે Whatsapp, આ એપમાં કેટલીક એવી ટ્રિક્સ છે જેને ઘણા યૂઝર્સ જાણતા પણ નથી. અહીં Whatsappની એવી ટ્રિક્સ વિશે બતાવવામાં આવ્યું છે જેના ઉપયોગથી તમે મેસેજિંગના માસ્ટર બની જશો.
1. કોણે કર્યા બ્લૉક, ચેક કરો 
જો તમને ડાઉટ હોય કે કોઇએ તમને વૉટ્સઅપ પર બ્લોક કરી દીધા છે. તો તમે ચેક કરી શકો છો. તમને જે કૉન્ટેક્ટ પર ડાઉટ હોય તેને તમે કોઇએક ગ્રુપમાં એડ કરો, જો તેને તમને બ્લોક કરી દીધા હશે તો ગ્રુપમાં તે એડ નહીં થાય અને Not authorized to add this contect મેસેજ દેખાશે. 
2. ડિલીટ મેસેજ રિક્વર
જો તમે ડિલીટ થયેલા મેસેજને રિકવર કરવા માગતા હોય તે તે પણ કરી શકો છો. આ માટે તમારે ફોનના ડેટાબેઝ ફોલ્ડરમાં જવું પડશે. આ માટે SD Card > WhatsApp > Databases। અહીં તમને 'msgstore-2014-01-04.1.db.crypt અને msgstore.db.crypt નામની કેટલીક ફાઇલ્સ મળશે. બીજી એક ફાઇલને backup-msgstore.db.crypt નામથી રિનેઇમ કરો. હવે આ મેસેજ વાળી ફાઇલને ચેન્જ કરવી પડશે. આ ફાઇલનું નામ msgstore.db.crypt કરી દો. ત્યારપછી Setting > Applications > manage applications > WhatsApp પર જઇને અહીં ક્લિયર ડેટાબેઝ ઓપ્શન પર ક્લિક કરો. આખો ડેટા ડિલીટ થઇ જશે. હવે છેલ્લે વૉટ્સઅપ ખોલો અને ડેટા રિક્વર કરશો ત્યારે ડિલીટ કરેલા મેસેજ પાછા મળી જશે. 
3. વૉટ્સઅપ નંબર બદલવો
ફોનમાં નવુ સિમ નાંખ્યું હોય તો વૉટ્સઅપને ફરીથી ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. નંબરને સીધો જ બદલી શકો છો. આ માટે તમારે Settings > Account > Change number on your WhatsApp પર જવું પડશે. ફોટો જોઇને અહીં તમે તમારો નવો અને જૂનો નંબર ફીડ કરી શકો છે. આમ કર્યા પછી ડન પર ક્લિક કરશો તો જુની ચેટ પાછી આવી જશે.
4. નંબર વગર વૉટ્સઅપ ચલાવવું
વૉટ્સઅપ ચલાવવા માટે નંબર હોવો ખુબજ જરૂરી છે, પણ જો તમે નંબર આપ્યા વગર જ વૉટ્સઅપ ચલાવવા માંગતા હોય તો ચલાવી શકો છો. આ માટેની એક ટ્રિક છે, જ્યારે તમે વૉટ્સઅપ ડાઉનલોડ કરો ત્યારે વેરિફિકેશન મેસેજ આવે છે, આ મેસેજ આવે તે પહેલા તમારો ફોન ફ્લાઇટ મોડમાં કરી દો. આમ કરશો ત્યારે વૉટ્સઅપ તમને બીજો ઓપ્શન આપશે, જેમાં તમારે 'verify through message'નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. પછી અહીં તમારો ઇ-મેઇલ આઇડી નાંખીને સેન્ડ કરો અને સેન્ડિંગ મેસેજને કેન્સલ કરી દો. આમ કરવાથી તમને વૉટ્સઅપ પર તમારો મોબાઇલ નંબર નહીં નાંખવો પડે અને વૉટ્સઅપ ચાલું થઇ જશે.
5. લાસ્ટ સીન બદલ્યા વિના મેસેજ વાંચો
વૉટ્સઅપ લાસ્ટસીન બદલ્યા વિના મેસેજ વાંચવો હોય તો વાંચી શકાય છે. આ માટે એક સરળ ટ્રિક્સને ફોલો કરવી પડશે, જ્યારે પણ મેસેજ વાંચો ત્યારે ઇન્ટરનેટને ઓફ કરીને વાંચો અને રિપ્લાય પણ કરી દો. આમ કરવાથી તમારો લાસ્ટ સીન યથાવત રહેશે બદલાશે નહીં.

No comments: