Thursday, February 18, 2016

હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મ અને તેના વિભાગ OR HINDU SCHOOL & ITS MAIN BRANCHES
હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ છે.
લોહ યુગ દરમ્યાન વેદોનો ઉદભવ લગભગ ૪૦૦૦ વર્ષો પહેલા થયો હોય તેવુ માનવામાં આવે છે. ઘણા વૈચારકોનું માનવું છે કે વેદોનો ઉદભવ ૬૫૦૦ વર્ષો પહેલા થયો હોવો જોઈએ કારણકે ભગવાન શ્રીકૃષ્ણનો સમય ગાળો ૫૩૦૦ વર્ષોનો પહેલાનો હોવાની સાબીત થયેલ છે અને ત્યાર પહેલા વેદ વ્યાસ ઋષિએ વેદનું ચાર વેદોમાં વિભાજન કર્યં હતું.
જૈનધર્મ ને લગભગ ૨૮૦૦ વર્ષોનો અને બૌધધર્મ ૨૪૦૦ વર્ષો પહેલા અને ઈસાઈ ધર્મ ૨૦૦૦ વર્ષો પહેલા અને મુસ્લિમ ધર્મ ૧૪૦૦ વર્ષો પહેલાનો છે.(દરેક ધર્મનો સમય ગાળો અલગ અલગ હોય શકે છે.આ કોઈ સચોટ કે ચર્ચા કે વિવાદ કરવા માટે નથી ફક્ત સમજવા માટે છે ગણતરી ભુલ ક્ષમા કરશો)
આ ધર્મે જીવન જીવવાના શાશ્વત નિયમ આપેલ છે, રોજીંદા જીવનમાં પાળવાના શાશ્વત નિયમ આપેલ છે અને કોઈપણ નાત,જાત કે વર્ગના ભેદભાવ વગર દરેક મનુષ્યે જેને ઉતમ ગતિ પ્રાપ્ત કરવા કે ઉતમ જીવન જીવવા માંગે છે તેના માટે શાશ્વત રસ્તાઓ અને ફરજોનો સ્પષ્ટ ઉલેખ કરાયેલ છે. મનુષ્યના કર્મના આધાર પર ભગવાન મનુએ ચાર ભાગ પાડ્યા જેને વર્ણ કહેવાય છે જેમાં બ્રાહ્મન,ક્ષત્રિય,વૈષ્ય અને શુદ્ર આ ચાર ભાગના મનુષ્યના કર્મના અને મનુષ્યની ફરજ અને કર્મના શાશ્વત નિયમ અને વર્ણ વચ્ચેના આંતરીક સંબધો માટેના સ્પષ્ટ શાશ્વત નિયમ આપેલ છે જેને આપણે “મનુ સ્મુતિ” તરીકે જાણીએ છીએ. એજ રીતે દરેક વર્ણના મનુષ્યના જીવન જીવવાના ચાર તબક્કામાં વિભાજીત કારેલ છે જેમાં બ્રહ્મચાર્ય, ગૃહસ્થ , વાનપ્રસ્થાન, અને સન્યાંસ આશ્રમ તરીકે અને દરેક આશ્રમમાં પાળવા પડતા ખાવાના અને પિવાના,સુવાના એટલે કે જીવનાના વહેલી સવારથી રાત્રી સુધીના નિયમ નિત્ય કર્મો કરવાના નિયમ આપેલ છે. હીન્દુ લખાણ કે શાસ્ત્ર મુખ્યત્વે શ્રુતિ અને સ્મિતિમાં વિભાજીત થાય છે જે ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન,પૌરાણિક,વૈદિક યજ્ઞ, વિધિ અને મંદિરોનું નિર્માણ વગેરે વિશે લખાણ છે.
વૈદિક વિચાર ધારા આમતો ઈન્ડો-આર્યન ધર્મ છે અને તેનો ઉદભવ કાળ ૧૭૫૦ થી ૫૦૦ સામાન્ય યુગ પહેલાનો ગણવામાં આવે છે. વૈદિક વિચાર લગભગ ૩૭૦૦ વર્ષ જુનો છે અને ૨૫૦૦ વર્ષો પહેલા તેનો અંત આવેલ. વૈદિક વિચાર ધારા પછી હીન્દુવાદની શરૂઆત થઈ જેનો સમય ગાળો ૨૮૦૦ વર્ષો થી ૧૨૦૦ વર્ષોનો છે. આ વર્ષો દરમ્યાન ઘણા નવા વિચાર હીન્દુ વિચાર ધારા સાથે જોડાયા જેમકે કર્મ,પુનઃજન્મ,વ્યક્તિગત દિવ્ય જ્ઞાનપ્રાપ્તી, કાયાપલટ જેવા વિચાર વૈદિક યુગમાં નહોતાં .
વૈદિક સનાતન તત્વજ્ઞાન મુળભુત આને રૂઢિચુસ્ત રીતે છ આસ્તિક દર્શન માં વહેચાયેલ છે જેનો આધાર “વેદ” છે અને આ છ આસ્તિક દર્શન “વેદ”ને સર્વોતમ શાસ્ત્ર તરીકે સ્વિકારે છે. ત્રણ નાસ્તિક દર્શન છે જે “વેદ”ને સર્વોતમ શાસ્ત્ર તરીકે સ્વિકાર કરતાં નથી પણ બીજા પુસ્તક કે વિચાર ધારા પર આધારિત છે.
છ આસ્તિક દર્શન કે સમ્પ્રદાય આ પ્રમાણે છે
(૧) સાંખ્ય દર્શન :-નાસ્તિક અને મજ્બુત રીતે દ્વૈતવાદી અને ચૈતન્ય અને દ્રવ્યના સંશર્ગ પર આધારિત છે. કપિલ ઋષિએ સાંખ્ય દર્શન ગ્રંથ લખેલ છે.
(૨) યોગા:- આ વિચારધારા ધ્યાન, ચિંતન અને મોક્ષ કેન મુક્તિ પર ભાર આપે છે પતંજલી ઋષિ એ અષ્ટાંગ યોગા આપેલ તે યોગા દર્શન નો ભાગ છે
(૩) ન્યાય સુત્ર:- તર્ક અથવા ન્યાય જ્ઞાનનો સ્ત્રોત અથવા સાધન વિશે સંશોધન કરવું તે આ દર્શન નો ભાગ છે.
(૪) વૈશેષિક દર્શન અથવા અણુવાદ:- વૈશેષિક દર્શન સૌથી પહેલા મહર્ષિ કણાદ એ લખ્યુ હતું પ્રયોગમુલક અથવા અનુભવ પર અધારિત આ દર્શન પ્રમાણે દરેક સ્થુળ પદાર્થ કોઈ નાનામાં નાના કણમાં વિભાજન પામે છે.
(૫) મિમાંશા :- મીમાંશા નો અર્થ થાય છે “શોધવું” પક્ષ પ્રતિપક્ષ દ્વારા વેદવાક્ય નો ચોક્કશ અર્થ થાય છે મિમાંશા. એ દર્શન પ્રમાણે ભગવાનના અસ્તિત્વ વિશે નહી પણ માણસના ગુણ પર વધારે ભાર દેવાનો થાય છે.
(૬) વેદાંતા:- જ્ઞાન દર્શન નો છેલ્લો ભાગ છે તેમાં વેદ,જ્ઞાન, કર્મના સિધ્ધાંતો મુખ્ય છે. આ દર્શનનું મધ્યયુગીન પછીથી પ્રભુત્વ દેખાણું
ત્રણ નાસ્તિક દર્શન માં ચાર્વાક દર્શન , જૈન ધર્મ અને બુધ્ધ ધર્મ નો સમાવેશ થાય છે.
(૧) ચાર્વાક દર્શન:- પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. પરલૌકીક કે ભગવાનના અસ્તિત્વને સ્વિકારતા નથી.ચાર્વાક દર્શન માં છ દર્શન નો સમાવેશ થાય છે (૧) ચાર્વાક (૨) માધ્યમિક (૩) યોગાચાર (૪) સાત્રાતિક (૫) વૈભાષીક (૬) આર્હત જેમાં વેદ સાથેના અસહમતિના સિધ્ધાંતો લખેલા છે.
(૨) જૈન ધર્મ :- જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે. જૈન ધર્મના નિયમોને માની તેનું પાલન કરનારાના વ્યક્તિઓને શ્રાવક અને શ્રાવિકા કહે છે. પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ગણના થાય છે આ ધર્મના મૂખ્ય બે સંપ્રદાય છે, શ્વેતાંબર અને દિગંબર. જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સાથે વિશેષ સામ્ય ધરાવે છે. નવકાર મંત્ર એ જૈન ધર્મના અનુયાયીઓ માટેનો આધારભૂત મંત્ર છે, આ મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધાજ સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે.
(3) બુધ્ધ ધર્મ :- તેનો પ્રાચિન ગ્રંથ “ટ્રીપીતક” છે જે પાલી ભાષામાં છે. શીલ, પારિમિતા, ધ્યાન, જાગરૂક્તા,પ્રજ્ઞા,કરૂણા,મઠ્જીવન મુખ્ય પાસા છે. સત્ય,સાદગીનું અતિ મહત્વ છે.
આમછતાં મધ્યકાલીન વિચારકો અને તત્વવેતાઓ જેવાકે વિદ્યારણ્ય એ ભારતિય તત્વજ્ઞાનને સોળ વિચારધારામાં વર્ગિકૃત કરેલ છે જેમાં
(૧) સાંખ્ય (૨) યોગા (૩) ન્યાય (૪) વૈશેષિક (૫) પુર્વ મીમાસાં (૬) વેદાંતા (૭) અદ્વૈત (૮) વિશિષ્ટ અદ્વૈત (૯) દ્વૈત (૧૦) દ્વૈતાદ્વૈતા (ભેદા અભેદા) (૧૧) શુધ્ધ અદ્વૈતા (૧૨) અકિંત્ય (ભેદા અભેદા) (૧૩) શૈવ ધર્મ (૧૪) પશુપતા શૈવ ધર્મ (૧૫) શૈવ સિદ્ધાંતા (૧૬) કાશ્મિર શૈવ ધર્મ
આ વિવિધ દર્શન સાસ્ત્રમાં તફાવત હોવા છતાં, એક અર્થમાં એકતા પણ છે

વિસરાયેલા બે પિતા-પુત્ર કવિઓ

– રજનીકુમાર પંડ્યા 
અમારા ગામના ચોરે પડેલા ખાટલે બાપુ 
તપાસીને કહ્યું વૈદ્યે, કહો કડવી દવા આપું 
અમે કડવું નથી ખાતા, સૂણી એવું કહ્યું વૈદ્યે 
અગર કડવું નથી ખાવું, બીમારી ભોગવો બાપુ.
કવિ રમેશ પારેખના આપણા બાદશાહ આલા ખાચર કાવ્યનો આ ટુકડો નથી પણ એવાં કાવ્યોનાં મૂળિયાં આ પંક્તિઓમાં દેખાય છે. નવાઈ પામવા જેવું છે કે ઈરાનની ધરતી ઉપર રહે રહ્યે આજથી બ્યાંસી વર્શ પહેલા એક કાઠિયાવાડી બ્રાહ્મણે લખેલી ‘અમે’ નામની ગઝલના એ થોડા શેર છે. પોતાના દેશવાસીઓની અવદશા જોઈને એમને ગામડા ગામના ટેંટા બાપુ સાંભર્યા હતા જેમને ખાટલો મંજૂર હતો. કડવી દવા નહિ. અને રાતના ભળાતું નહોતું, ને રાણીઓ કર્યા કરવી હતી.
દેવકૃષ્ણ જોશી
દેવકૃષ્ણ જોશી
સિહોરના એ બ્રાહ્મણા કવિ નામે દેવકૃષ્ણ પીતાંબર જોશીના બાપ પીતાંબર નારાયણ જોશી પણ કવિ હતા. એ પણ જેવા તેવા નહીં. એ વળી ‘અંબર’ના ઉપનામથી લખતા, ‘પંચ’ના ઉપનામથી પણ કવિતા કરતા. સ્વ. હાજી મહમદ અલ્લારખિયા શિવજીના ‘ગુલશન’ અને ‘વીસમી સદી’માં એમની રચનાઓ નિયમિત આવતી અને દેવકૃષ્ણ જોશી પોતાનાં 1942માં પ્રગટ થયેલા ‘કુમાર’ કાર્યાલયે છાપેલાં ‘કટાક્સ કાવ્યો’ નામના સંગ્રહમાં લખે છે તેમ કવિ પિતા ‘અંબર’ એ મુંબઈના અજોદ કાર્ટુન અખબાર ‘હિંદી પંચ’ના એકધારાં પચ્ચીસ વર્ષ સુધી પગારદાર કવિ હતા. કવિ તરીકે પગારદાર હોવું એ સૈકા અગાઉ કેવો ગૌરવનો વિષય હશે ?.
Devkrushna Joshis Father-Ambar alias Pitamber Joshi
આ પગારદાર કવિ ‘અંબર’ના પુત્ર દેવકૃષ્ણ જોશી ઈરાન ઉચાળા ભરી ગયા. પહેલા ગોંડલ સ્ટેશન ઉપર ગોંડલ રાજ્યના પગારદાર એવા આસિસ્ટંટ સ્ટેશન માસ્તર હતા અને કટાક્ષ વચનોનું કવન વારસામાં લઈને ફરતા હતા. 1921ની સાલમાં એમને ગોંડલ નરેશ શ્રી ભગતસિંહજી બાપુ સાથે બાખડી ગઈ. અત્યારે જેમ આપણે ઊઠીને રોજ સવારે ચા સાથે છાપામાંથી હડતાલ અને આતંકવાદ સહેલાઈથી ગળે ઊતારી જઈએ છીએ એમ નહોતું. દિવસો પ્રમાણમાં મંદ તાસીરના હતા. નવા સવા નાગરિકે હડતાલનો અર્થ શબ્દકોશમાં જોવો પડે એવા એ દિવસોમાં કોઈ કારણસર દેવકૃષ્ણ જોશી રેલ્વે કર્મચારીઓની હડતાલના આગેવાન બન્યા. બાપુની ભ્રૂકુટિ તંગ બની. એક બ્રાહ્મણ નોકરિયાતની આ હિંમત ? ન સહન થાય. નહીં સહન થાય એમ લાગ્યું ત્યારે બે ઘોડાની બગીમાં સર ભગવતસિંહજી ઓફ ગોંડલ જાતે સ્ટેશને આવ્યા અને દેવકૃષ્ણ જોશી પાસેથી ખુદબખુદ ચાવીઓ આંચકી લીધી અને પછી શું થશે એની સૌ વિમાસણમાં હતા. કોઈ ચાવીઓ સાંભળવા તૈયાર નહીં એટલે જાતે જ બાપુ બુકિંગની બારીએ બેઠા અને પહેલી ટિકિટ પોતાના ખર્ચે દેવકૃષ્ણ જોશીને પકડાવી અને ઉપરથી પરચૂરણ ફેંકે તેમ શબ્દો ફેંક્યા : ‘ગોંડલ સ્ટેટની બહાર નીકળી જાઓ’ અને પછી વળી ઉમેર્યું ‘ને કાં માફી માંગો.’
સોપો પડી ગયો. નોકરી છીનવાઈ જાય એવી તો કલ્પના જ નહીં ને ? બહુ બહુ તો ઠપકો મળે. દંડ થાય. પણ આ તો બેકારીની ધમકી ! પણ દેવકૃષ્ણ જોશી માફી માગે એવી માટીના હતા નહીં. નહીંતર માખણના લોંદા જેવી નોકરી હાથમાંથી સરકાવી લઈને બાપુએ હદપારીની ટિકિટ પકડાવી એ એમણે જોયું. ઉપર નામ અક્ષરો વાંચ્યા પછી વિચાર કર્યો કે ભલે હકાલપટ્ટી ની ટિકિટ છે પણ મફત લેવાય નહીં એટલે પછી ટિકિટના રૂપિયા, આનાપાઈ ખિસ્સામાંથી કાઢીને ચૂકવ્યા અને ગાડીમાં બેસી ગયા. બાપુના હાથમાં ટિકીટનું પરચૂરણ એમને એમ રહ્યું ને દેવકૃષ્ણ જોશી છલાંગ મારીને ગાડીમાં બેસી ગયા. તે સવારે શિહોર ભેગા. વતનમાં પિતાની મોઢામોઢ થવું કપરૂં હતું કારણ કે બાપ કવિ ‘અંબર’ એ વખતે ખરેખર પિતાના પાઠમાં હતા.
‘શું કરી આવ્યા છો, કુંવર ?’ એમણે પૂછ્યું.
‘નોકરી મૂકીને આવ્યો છું.’
‘કાં ?’
‘અન્યાય સહન થતો નહોતો – એટલે હડતાલ પડાવી. કેમ ? કેવું કર્યું ? ઠીક કર્યું ને ?’
પણ પિંતાબર જોશી ‘અંબર’ની આંખોમાં લાલ દોરા ફૂટ્યા. આવી સોનાની ગીની જેવી નોકરીને છોડી ? મૂરખ ! એમણે છોકરાને ધમકાવી નાખ્યો અને સખત નારાજગીથી મોં ફેરવી ગયા. હવે તને કોણ સંઘરશે ?-એવો ભાવ એમની આંખોમાં હતો. દેવકૃષ્ણનું ગરમ લોહી ઠંડુ પડી ગયું. પિતાનો ખોફ કંઈ જેવો તેવો નહોતો જ. પણ એ જ વખતે એક નવી એન્ટ્રી થઈ. ફઈબા ઓરડામાં દાખલ થયાં.એમનો કડપ ભાઈ પર ભારે. આવીને એમણે દેવકૃષ્ણ જોશીને ખભે હાથ મૂક્યો અને ભાઈ પર ભારે. આવીને એમણે દેવકૃષ્ણ જોશીને ખભે હાથ મૂક્યો અને ભાઈ સામે વડીલશાઈ આંખો કાઢી. બોલ્યા: ’છોકરાએ કંઈ ખોટું કર્યું ? તું મોટી મોટી કવિતાઓ ફાડે છે – પણ એટલું સમજતો નથી કે છોકરું સાચું કરીને આવે તો એનો વાંહો થાબડવાનો હોય કે એને થપ્પડ મારવાની હોય? તું તો માણસ છો કે મહોરૂં ?’ આમ ભત્રીજાનું ઉપરાણું લીધું- ભાઈને ખખડાવી નાંખ્યો પછી ભત્રીજાને જમાડ્યો અને સાંત્વના આપી.
Devkrushna Joshi's Family  દેવકૃષ્ણ જોશી અને તેમનો પરિવાર
થોડા દિવસ પછી છાપાઓમાં જાહેરાત આવી કે ઈરાનમાં કામ કરતી એંગ્લો પર્શિયન ઓઈલ કંપનીમાં વાયરલેસ ઓપરેટરની જગ્યા ખાલી છે. આમ તો હડતાલના નામચીનને ભારતમાં કોઈ ન સંઘરે પણ આ લેબલ ઈરાનમાં તો નહિ જ નડે અને એમ વિચારીને દેવકૃષ્ણ જોશીએ ત્યાં અરજી કરી. બાપથી છાનીમાની ! નિમણુંકની આશા ઓછી હતી. પણ નિમણુંકનો ઓર્ડર આવ્યો ત્યારે તો છતરાયા થવું જ પડ્યું. કારણ કે બાપા પૈસા આપે ? દીકરો દેશાવર જાય એ એમને કબૂલ નહોતું એટલે ફરી કજીયો થયો અને ફરી ફઈબા વહારે આવ્યાં. આ વખતે ભાઈએ મચક ના આપી એટલે પોતાને બહુ વહાલી એવી વીંટી એમણે ભત્રીજાને આપી અને એ વીંટી વટાવીને દેવકૃષ્ણ જોશી ઈરાન જવા રવાના થયા ત્યારે બાપ જરા ઢીલા પડી ગયા, પણ છતાંય વળાવવા માત્ર પાદર સુધી જ આવેલા. મઢડા ગામ સુધી પણ નહોતા ગયા. નારાજગી, નરી નારાજગી.
Devkrishna Joshi Family દેવકૃષ્ણ જોશી અને તેમનો પરિવાર -૨
એ જ દેવકૃષ્ણ જોશી બે વર્ષ પછી પાછા દેશમાં આંટો દેવા આવ્યા અને જોયું તો બાપ થોડા વધારે ટાઢા પડ્યા હતા. પુત્રના પુરૂષાર્થથી એ પ્રસન્ન પણ જણાયા હતા. બાપા સાથે સારા સંવાદો થયા. એમની ખબર અંતર લીધી. ને બાપાએ શોધેલ ઠેકાણે પરણ્યા પણ ખરા. પણ ભારતમાં મન લાગ્યું નહીં એટલે 1924ની સાલમાં એ પાછા ઈરાન ગયા. સાથે પરિવાર પણ હતો. ફરી એ ખંતથી કામે વળગ્યા પણ ત્યાં ઇરાનમાં એકલવાયું લાગવા માંડ્યું. માણસ ભૂખ્યો જીવ તો હતો જ એટલે અને રેલવે હડતાલને કારણે છૂટા થયેલા પોતાના જૂના મિત્રો જીવનલાલ ત્રિવેદી, મૂળશંકર ભટ્ટ, દોમડીયા વગેરેને ત્યાં રફતે રફતે બોલાવવા માંડ્યા. આમ ધીરે ધીરે સારૂં એવું વર્તુળ થયું. ઈરાનમાં જતાં પહેલા ગુજરાતી દેવકૃષ્ણ જોશી ગુજરાતી હોવા છતાં પૂરા દેશના સંપર્કમાં હતા. દેશની પરિસ્થિતિથી વાકેફ રહેતાં હતાં. ગાંધીજીની ચળવળથી વાકેફ હતા. અંગ્રેજી ઑઈલ કંપનીના વાયરલેસ મશીનોની વચ્ચે રહીને વગર વાયરલેસે દેશની પીડા-દુર્દશા એમના કાને પહોંચતી હતી.
પણ એમનામાં રહેતો કવિ વાચા માંગતો હતો. અકળામણ થતી હતી અને એમણે કવિતાનું શરણું લીધું. કટાક્ષકાવ્યો લખી લખીને ‘શારદા’ અને ‘ગુજરાતી’ જેવા સામયિકોમાં મોકલવા માંડ્યા. એમના કટાક્ષમાં પણ કરૂણાનો આંતરપ્રવાહ વહેતો હતો. ખાસ કરીને બાપુ કાવ્યમાં અને અન્ય કટાક્ષ કાવ્યોમાં. આપણા સાક્ષરવર્ય બ.ક.ઠાકોરે એક જાહેર સભામાં એ કાવ્યો સાંભળી, ઘેરઘેર સંભળાવવાની એમને સૂચના કરી. કાવ્યો કાંઈ થોડા નિબંધો છે કે તે માત્ર વાંચવા જ માટે હોય ? બસ, ત્યારથી આ ગીતોને એમણે વહેતા મૂક્યા. મહાસભા અધિવેશનમાંથી તેના શ્રીગણેશ માંડ્યા ગુજરાતની પ્રતિષ્ઠત સાહિત્ય સભાઓમાં સંભળાવ્યા. એટલો એનો મહિમા થયો જાણીને એમણે બેધડક લખ્યું કે, ‘મારાં બધાં કાવ્યો પર હું મૌલિકતાની મહોરછાપ મારૂં છું. એ મહોરછાપ જોઈ મૌલિકતાનું ખાત્રીપત્રક જોવા માંગનારાઓને હું એ પેટછૂટી વાત કહી દઉં છું કે હું કાવ્યોમાં હળવી ભાષા વાપરતાં ક્ષોભ પામનાર ગ્રેજ્યુએટ નથી, તેમ જ મેં સંપાદન કરેલું ભણતર એટલું ઓછું છે કે સંસ્કૃત કે આંગ્લ સાહિત્યના ભંડારોમાં પ્રવેશ ન જ કરી શકે. તેથી જ અનુકરણ કે ચોરી કરવા હું શક્તિમાન થઈ શક્યો નથી. એટલે એ મારી પાછળ કોઈ પોતાની શક્તિ વેડફવાનું ‘પુણ્ય’ ના કરે એટલા પૂરતી જ આ ચેતવણી છે.”
1931માં ઈરાનની-અંગ્રેજ કંપની ભારતીય કર્મચારીઓને છૂટા કરવા માંડી. એમાં પણ દેવકૃષ્ણ જોશીનો નંબર છૂટો થવામાં છેલ્લો હતો. ઉપરી અધિકારીઓ એમને છોડવા રાજી નહોતા. કારણમાં ઉમદા છાપ કામગરા માણસ તરીકેની, છૂટા થઈને સ્વદેશ પરત આવ્યા ત્યારે ગાંધીજી સમગ્ર દેશ ઉપર સૂર્યની જેમ પ્રકાશતા હતા. દેવકૃષ્ણ જોશી એમને મળવા આતુર હતા. સોનગઢના ગુરૂકુળમાં થોડો વખત માનદ સેવા શિક્ષક તરીકે આપી. પણ પછી રાજકોટની રાષ્ટ્રીય શાળામાં એ ગાંધીજીના સતત સંપર્કમાં પહોંચી ગયા અને આંખો મીંચીને ગાંધીધ્યાનમાં તલ્લીન થઈ ગયા. કવિતા લખવાનું છૂટ્યું નહોતું. એક વિશિષ્ત વાત એ બની કે ગાંધીજી ‘હરિજનબંધુ’ ચલાવતા ત્યારે એમાં ક્યારેય પણ ગુજરાતી કવિતા છપાતી નહિ-પણ એ દેવકૃષ્ણ જોશીની કવિતા વાંચીને એવા પ્રભાવિત થયા કે ‘હરિજન તરસ્યો જાણી, પાયું નહીં પાવળું પાણી’ એ એમણે ‘હરિજન બંધુ’ ને પાને પહેલી અને છેલ્લી કવિતા દેવકૃષ્ણ જોશીની છાપી. પણ 1939-45 સુધીની લડાઈમાં તો બધું વેરવિખેર થઈ ગયું. સ્થિતિ કપરી આવી. લડાઈના કારણે તાર ઓફિસમાં ભરચક કામ રહેતું. રોજમદારી માણસો રાખવા પડતા. વખાના માર્યા દેવકૃષ્ણ જોશી ભાવનગર જનરલ ટેલિગ્રાફ ઓફિસમાં રોજમદાર સિગ્નલર તરીકે નોકરીએ રહ્યા. દરરોજના રૂપિયા ત્રણનો પગાર. મહિનાના રૂપિયા નેવુંમાં તો ખેંચાઈ રહેવું પડે. એટલે એમણે ફરજ કરતાં વધારાનું કામ લઈને એક તાર કરી આપવાની સામે ચાર પાઈનું વધારાનું મહેનતાણું ‘પાઈ મની’ મેળવવા માંડ્યા. ગણિત સાદું હતું. ચારસો રૂપિયાની કેટલી પાઈ થાય. એ ગણવાને બદલે ચારસો રૂપિયા બરાબર દરરોજનું ઓગણીસ કલાક કામ એવું સમીકરણ માંડ્યું તો ઠીક, વિચારવું પણ સહેલું પડે. વચ્ચે વચ્ચે કવિતાનો ગાળો, વળી યુદ્ધ વિરામ. ફરી દેવકૃષ્ણ જોશી ભીતર ને ભીતરથી અકળામણ અનુભવવા માંડ્યા. ચોપાસ દ્રશ્યો જ એવાં હતાં. લોહી-લાઠીમાર-ગોળીબાર અને જેલ પણ ખરી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ રીતે ભાગ લીધો.
1946માં એ શિહોરમાંથી ભાવનગર રાજ્યની જવાબદાર પ્રજાતંત્રની ધારાસભામાં ચૂંટાયા.બે વર્ષ કામ કર્યું અને અનંતરાય પટ્ટણી જેવા દીવાન સામે હાર્યા- અંગ્રેજો લહાણી કરતાં તે ઈલ્કાબોની એષણાઓની હાંસી કાવ્યોમાં ઉડાવી-કેવી રીતે ?
“દાઢીવાળો બાવો ગામેગામ ભાવનગર રાજ્યમાં ફરે છે. પણ આકાશ ઘટા-પશુ-પંખી-ઝાડ-પાન અને માણસ સૌ ઉદાસ-ઉદાસ છે. શા માટે ?તો કહે, આ જ સવારનું છાપું ખોલીને જોયું. ઈલ્કાબોની યાદીમાં અમારા-દીવાનનું નામ નહીં. અને એથી અમે ઉદાસ.”
આવા નિર્ભિક ચાબખા પટ્ટણી જેવા પ્રતાપી દીવાનને જાહેરમાં માર્યા.
*****************
1947ની સાલ પછી એમની શક્તિઓએ વળાંક લીધો. કશુંક રચનાત્મક કરવાની એમની ઈચ્છા હતી. સરકારે ગ્રામ પંચાયતની સ્થાપના કરી. પંચાયત અધિકારી તરીકે એમને સત્તા આપી.અને એમણે એ કામ એમના માથે ઊંચકી લીધું. પ્રૌઢ શિક્ષણ વર્ગો જ શરૂ કર્યા. અને જ્યારે એ કામ માટે એ ગામડે ગામડે ફર્યા ત્યારે એમને સમજાયું કે સમાજનાં મોટા ભાગના માણસોને હજી નવો સૂરજ ઊગ્યાની જાણ નથી.
પંચાવન વરસની ઉંમર થઈ હતી. એ જમાના પ્રમાણે એ વૃધ્ધાવસ્થાનો આરંભ કહેવાય. શરીર હવે થાક માંગતું હતું. આરામ માંગતું હતું પણ એવામાં એમની નજર ભાવનગરના આડોડીયાવાસ ઉપર ગઈ. ત્યાં જીવનનો ઝરો ગંધાઈ ઊઠ્યો હતો. સુકાઈ નહોતો ગયો. – સાફસૂફી માંગતો હતો.ચોરી-શરાબખોરી, જુગાર-નેતાઓ નાકે ખાદીના રૂમાલનો ડૂચો દઈને રસ્તો ચાતરી જતા હતા. દેવકૃષ્ણ જોશીની સામે બે વિકલ્પ હતા. ખુરશી અથવા નકરી સેવા.
એક વર્ષ બે વર્ષ નહીં પણ આડોડીયાવાસની એમણે એ પછી પણ વીસ વરસ સુધી નકરી સેવા કરી. ‘નકરી’ એટલા માટે કે એ ત્યાં માત્ર ગયા જ નહીં ત્યાં જઈને રહ્યા પણ ખરા. માટીનું ઘર બાંધીને રહ્યા તે પણ વીસ વરસો સુધી. વીસ વરસમાં ત્યાં એ લોકોના હ્રદયમાં સિંહાસન બનાવી લીધું. એમને જમીન અપાવી. શિક્ષણ આપ્યું. બદીઓમાંથી મુક્ત કરાવ્યા. નોકરી ધંધે લગાડ્યા. દેવામાંથી મુક્ત કર્યા.
1973ની સાલમાં બ્યાસી વર્ષની ઉંમરે એમણે ત્યાં જ દેહ છોડ્યો ત્યારે એમને કાંધ આપનારા માત્ર એમના પુત્રો જ નહીં આખો આડોડીયાવાસ હતો, જેમની આંખમાં આંસુનું ટીપુંય ન ઝબકે એવી નજરમાન પડછંદ કરાફાટ સ્ત્રી કલુ ભાદાની આંખોમાં આંસુ ત્રણ દિવસ સુધી નહોતાં સુકાયાં.
ભાવનગર સુધરાઈએ આનંદનગર-તિલકનગર વચ્ચેના માર્ગને ‘કવિ દેવકૃષ્ણ જોશી માર્ગ’ નામ આપ્યું. ક્યારેક પ્રશ્ન થાય કે એમની સેવાપ્રવૃત્તિએ એમની અંદરના કવિને શાંત નહોતો કરી દીધો ? એમના નામ આગળ કવિ શબ્દ શા માટે ? કોઈ રાજકીય વિશેષણ, કે સામાજીક કાર્યકરનું પદ શા માટે નહીં ?
એમના પુત્ર અને જુનાગઢ લાઈબ્રેરીમાં ગ્રંથપાલ અને કવિ અને હવે સ્વર્ગસ્થ એવા ઈંદુકુમાર જોશી મારા ગાઢ મિત્ર એ કહેતા : ‘એમણે કવિતાને કાગળ ઉપરથી ઊંચકી લઈને કર્મમાં વહેતી મૂકી દીધી હતી.’
થોડા વખત પહેલા મંજુબેન ઈંદુકુમાર જોશી પણ ગયાં – પાછળ કોઈ સંતાન નથી.
પણ કર્મમાં વહેતી કવિતા કદાચ વધારે ચિરંજીવ છે. ભાવનગરમાં એમના નામનો માર્ગ છે પણ એ નામધારીને કેટલા પદચારીઓ ઓળખે ?
******************************
નોંધ :- કવિ ઈરાનમાં હતા તે વખતે તેમણે સ્વહસ્તાક્ષરમાં લખેલી જીર્ણ ડાયરી મારી પાસે મોજૂદ છે. કોઈપણ રસ ધરાવનાર ઈચ્છે તો એને છપાવીને પ્રગટ કરી શકે.

KISHOR PARMAR: जानें, 251 रुपये में आने वाले सबसे सस्ते स्मार्टफो...

KISHOR PARMAR: जानें, 251 रुपये में आने वाले सबसे सस्ते स्मार्टफो...: गैजेट डेस्क सालों पहले जब देश का सबसे सस्ता कार "नैनो लॉन्च " हुई थी, तब दुनिया भर में इसे लेकर हलचल थी. अब एक बार फिर बाजार में स...